“ડૉક્ટર, MRIમાં તો બધું નોર્મલ બતાવે છે. પછી પણ દુખાવો કેમ થાય છે?”
આ પ્રશ્ન ક્લિનિક માં ઘણીવાર મને સાંભળવા મળે છે.
અને દર્દીના ચહેરા પર એક જ ચિંતા સ્પષ્ટ દેખાય છે- “શું મારું નિદાન ખોટું છે?”
અને પરિવારજન ઘણી વખત કહે છે- “કંઈ નથી હોતું… થોડી કાળજી રાખશો તો બધું ઠીક થઈ જશે.”
પણ હું તેમને શાંતિથી અટકાવું છું.
“તમારો દુખાવો સાચો છે. તમે ખોટા નથી.”
તો હવે સમજીએ – આવું કેમ થાય છે?
કારણ ૧:
માંસપેશીઓનું અસંતુલન (Muscle Imbalance)
તમને ખબર છે કે આપણું શરીર સંપૂર્ણ ટીમવર્ક પર ચાલે છે.
હાડકા, નસો અને માંસપેશીઓ – બધું એકબીજાને સહારો આપે છે.
પણ જો તમે લાંબા સમય સુધી ખોટી પોઝિશનમાં બેસો,
અથવા સતત એક જ બાજુ ભાર લો (જેમ કે એક તરફ બેગ લટકાવવી કે બાળક ઉંચકવું),
તો પીઠની માંસપેશીઓમાં અસંતુલન થઈ જાય છે…
કોઈ ભાગ વધારે ખેંચાઈ જાય છે અને કોઈ ભાગ નબળો પડી જાય છે.
આવી સ્થિતિમાં MRIમાં ખાસ કંઈ દેખાતું નથી,
પણ દુખાવો તો તમને સતત અનુભવાતો જ રહે છે.
કારણ ૨:
ફેસેટસિન્ડ્રોમ- પીઠના નાના સાંધાઓમાંથી ઊભો થતો મોટો દુખાવો
પીઠની હાડકીઓ વચ્ચે કેટલીક નાની સાંધીઓ હોય છે, જેને “ફેસેટ જોઈન્ટ” કહેવાય છે.
જ્યારે આ સાંધીઓમાં થોડી અસ્થીરતા થવા લાગે, ત્યારે આગળ-પાછળ વળતા કે ઝૂકતા સમયે દુખાવો અનુભવાય છે.
અને હા –
આપ્ર કારની સાંધાની સમસ્યા ઘણી વખત MRIમાં સ્પષ્ટ રીતે દેખાતી પણ નથી.
કારણ ૩:
Myofascial Pain – માંસપેશીના અંદરના પડદા માંથી થતો દુખાવો
પીઠની માંસપેશીઓ ઉપર એક નરમ પડદો હોય છે, જેને fascia કહે છે.
લાંબા સમયનો સ્ટ્રેસ, ઊંઘની કમી અથવા ચિંતાને કારણે આ fascia tight બની શકે છે.
એ સમયે તેમાં “trigger points” બને છે — જ્યાં સ્પર્શ કરતાં જ ચીરવા જેવો તીવ્ર દુખાવો અનુભવાય છે.
MRI? સંપૂર્ણ નોર્મલ છે.
પણ દર્દી કહે – “ડૉક્ટર, હાથ મૂકશો તો કહું કે ક્યાં દુખે છે!”
કારણ ૪:
Psychosomatic Pain – જ્યારે સ્ટ્રેસ શરીર પર અસર કરે
ક્યારેક કોઈ વાત દિલમાં રહી જાય છે. શોક, દબાયેલું દુઃખ, અસંતોષ કે એકલાપણું —
દિલ જે કહી શકતું નથી, તે શરીર દુખાવા રૂપે વ્યક્ત કરે છે.
ઘણાં દર્દીઓમાં આ તકલીફ પીઠના દુખાવા તરીકે સામે આવે છે.
હું ક્યારેય એમ નથી કહતો કે “દુખાવો તમારા મગજમાં છે.”
હું એટલું જ કહું છું – “દુખાવો ખરેખર હોય છે, પણ તેનું કારણ અંદર છુપાયેલું છે.”
અને એટલા માટે જ તેનો ઉપાય પણ થોડો અલગ હોય છે.
તો હવે… શું કરવું?
એક“નોર્મલ” MRI એ અંત નથી.
એ શરૂઆત છે.
એ કહી રહ્યું છે કે “તમે ગંભીર રોગથી સુરક્ષિત છો.”
હવે આગળનું સ્ટેપ છે – કારણ શોધવું, આરામ લાવવો અને જીવતા શીખવું.
IndoSpine માં અમે પીઠના દુખાવાને માત્ર રિપોર્ટ અથવા ઇમેજ સુધી મર્યાદિત રાખતા નથી, પરંતુ પેશન્ટના ઈમોશન અને તેમની જીવનશૈલી પરથી સમજીએ છીએ.
એક ઘટના યાદ આવે છે…
એક યુવાન મહિલા – IT કંપનીમાં કામ કરતી. સતત પીઠ દુખાવાની ફરિયાદ હતી. MRI બે વાર કરાવ્યો, પરંતુ બંને વખત reports સંપૂર્ણ normal આવ્યા.
પછી અમે તેની બેસવાની રીત ધ્યાનથી જોયી.
Work-from-home દરમિયાન તે ઘણીવાર sofa પર બેસીને કામ કરતી – proper desk નહીં, પીઠને કોઈ સપોર્ટ નહીં.
અમે માત્ર બે બાબતો બદલી – યોગ્ય chair અને sleeping position.
અને લગભગ ૨ મહિના પછી તે clinicમાં એક હસતા ચહેરા સાથે આવી અને બોલી:
“ડૉક્ટર, હવે દુખાવામાં રાહત છે. હું દવાઓ વગર office જઈ શકું છું.”
છેલ્લી વાત
જો તમારો MRI normal આવ્યો હોય – તો ખુશ થાઓ.
એનો અર્થ એ નથી કે તમારો દુખાવો ખોટો છે,
એનો અર્થ એટલો જ છે કે હવે ઉપચાર કરવાની રીત થોડી અલગ છે.
અમે રિપોર્ટને નહીં, તમને treat કરીએ છીએ.
દુખાવો ક્યાંથી શરુ થાય છે – તે સમજીને ઠીક કરીએ છીએ.
આજ માટે આટલું જ.
આગામી લેખમાં વાત કરીએ –
“Spine surgery ટાળી શકાય છે કે નહિ?”
સ્નેહપૂર્વક,
ડૉ. તારક પટેલ
સ્પાઇન સર્જન, ઈન્ડોસ્પાઇન