
શહેરનો ૩૧ વર્ષનો એક સાઇબર સિક્યોરિટી પ્રોફેશનલ, દેશના લાખો યુવાનોની જેમ, દરરોજ ૧૦ થી ૧૨ કલાક ઓફિસની ખુરશી પર બેસીને કામ કરતો હતો. સતત મીટિંગ, સ્ક્રીન સામે કામ અને ડેડલાઇનના દબાણ વચ્ચે તેના શરીરનું મૂવમેન્ટ લગભગ બંધ થઈ ગયું હતું. શરૂઆતમાં સામાન્ય લાગતો કમરના દુખાવા ધીમે ધીમે ગંભીર પીડામાં ફેરવાયો. એક દિવસ એવો આવ્યો કે તે સીધો ઊભો પણ રહી શકતો નહોતો. આ સ્થિતિ તેની કારકિર્દી અને આવક – બંને માટે મોટું જોખમ બની ગઈ.
કમરના દુખાવાથી લઈને ગંભીર Spine સમસ્યા સુધીનો સફર
લાંબા સમય સુધી ખુરશી પર ખોટી પોઝિશનમાં બેસવાથી તેની spine પર ભારે દબાણ પડતું રહ્યું. શરૂઆતમાં અવગણેલો back pain સમય જતા અસહ્ય બની ગયો. તપાસમાં જાણવા મળ્યું કે disc herniation ના કારણે તેની spine વાંકું થઈ ગઈ હતી અને nerve પર ગંભીર દબાણ હતું. આ જ કારણથી તેને ઊભા રહેવા, ચાલવા અને રોજિંદી પ્રવૃત્તિઓ કરવામાં ભારે તકલીફ થવા લાગી હતી.
IndoSpine Hospitalમાં નિદાન અને સારવાર
પરિસ્થિતિ ગંભીર બનતા દર્દીને અમદાવાદના IndoSpine Hospital માં દાખલ કરવામાં આવ્યો. ત્યાં Chief Spine Surgeon ડૉ. તારક પટેલ અને તેમની સ્પાઈન ટીમે દર્દીની ક્લિનિકલ સ્થિતિનું વિસ્તૃત મૂલ્યાંકન કર્યું. ડૉ. તારક પટેલ કહે છે: “આજના યુવાનો સૌથી વધુ સમય ખુરશી પર બેસીને પસાર કરે છે. spine શરૂઆતમાં ધીમે સંકેત આપે છે, પરંતુ એક સમયે સ્પષ્ટ કહી દે છે – ‘Enough’. યોગ્ય diagnosis અને ethical સારવાર અત્યંત મહત્વની છે.”
Lumbar Decompression with Pedicle Screw Fixation સર્જરી
દર્દીની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્પાઈન ટીમે વૈજ્ઞાનિક રીતે માન્ય Lumbar Decompression with Pedicle Screw Fixation સર્જરી કરવાની સલાહ આપી.
સર્જરીનો મુખ્ય હેતુ:
- nerve પરથી દબાણ દૂર કરવું
- spineને ફરી સ્થિરતા આપવી
- દર્દીને દુખાવાથી મુક્ત કરવો
સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ થોડા કલાકોમાં જ દર્દીની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો.
સર્જરી પછીનું પરિણામ: ફરી જીવનમાં પરત ફરવાની શરૂઆત
સર્જરીના અઠવાડિયાઓ પછી દર્દી પ્રથમ વખત સીધો ઊભો રહી શક્યો. ચાલવામાં સુધારો આવ્યો, પીડા ઘટી અને સૌથી મહત્વનું – આત્મવિશ્વાસ પાછો આવ્યો. હાલ ફિઝિયોથેરાપી અને work-place ergonomics માં જરૂરી ફેરફાર સાથે તે ધીમે ધીમે પોતાની રોજિંદી રૂટીન માં પરત ફરી રહ્યો છે.
દર્દી અને પરિવારની લાગણીઓ
દર્દીએ કહ્યું: “મને ક્યારેય લાગ્યું નહોતું કે back pain જીવનને આ રીતે અટકાવી દેશે. સર્જરી પછી સીધું ઊભું રહેવું એ મારા માટે જીવન પાછું મળવા જેવું હતું.” દર્દીના માતા-પિતા કહે છે: “ઓફિસનું કામ આટલી મોટી સમસ્યા બની શકે એ અમે ક્યારેય વિચાર્યું ન હતું. તેને ફરી સીધું ચાલતો જોવો એ અમારે માટે સૌથી મોટી રાહત છે.”
શહેરના યુવાનો માટે ચેતવણી
આ કેસ અમદાવાદ સહિત તમામ શહેરોના યુવાનો માટે ચેતવણીરૂપ છે. લાંબા કલાકો સુધી બેસીને કામ કરવું spine માટે ગંભીર જોખમ બની શકે છે. 👉 spine પહેલાં નરમ સંકેત આપે છે 👉 પછી ગંભીર પીડા રૂપે ચેતવે છે 👉 સમયસર સાંભળવું જ સાચી સમજદારી છે યોગ્ય પોઝિશન, નિયમિત બ્રેક, ફિઝિકલ એક્ટિવિટી અને સમયસર સ્પાઈન સ્પેશિયાલિસ્ટની સલાહ જીવન બદલી શકે છે.
