Welcome To Indospine Hospital

Can back surgery really be avoided?

ડૉ. તારક પટેલ (સ્પાઇન સર્જન – ઈન્ડોસ્પાઇન)

જેમ  “ડાયાબીટીસ” શરુ થાય ત્યારે લોકો સાકર બંધ કરે છે…

એજ રીતે જ્યારે પીઠનો દુખાવો શરુ થાય —

એટલે પૂછે છે:

ડૉક્ટર, ઓપરેશન તો નહિ કરાવવું પડે ને?”

મારા ક્લિનિકમાં આવતા પેશન્ટ પહેલો શબ્દ આ જ બોલે છે.

ઓપરેશન વગર બેસી શકાય એટલું થઈ જાયબસ એટલું મને જોઈએ.”

એમાં પેશન્ટનો દોષ નથી.

લોકોએ જે જોયું, સાંભળ્યું કે અનુભવ્યું છે — એ બધું ભયભીત કરે છે.

પણ આજે હું તમને સચોટ વાત કરું છું.

હા, ઘણા કેસમાં પીઠની સર્જરી ટાળી શકાય છે.

પણ દરેક વખતે નહિ.

ચાલો શરૂઆતથી વાત કરીએ

પીઠ દુખાવાની શરૂઆત થાય ત્યારે —

મોટાભાગના દર્દીઓ લાંબા સમય સુધી બેસી રહે છે, ointment લગાવે છે અને local દવાઓ લઈ લે છે.

કેટલાંક physiotherapy કરે છે. કેટલાક તો કોઈ બતાવે તેવી “YouTube પરથી કસરતો” પણ કરે છે.

પછી દુખાવો થોડો ઓછો થાય છે…અને થોડા સમય પછી ફરી વધી જાય છે.

ત્યારે તેઓ અંતે અમારા જેવી સ્પાઈન ક્લિનિક સુધી પહોંચે છે

અને પૂછે છે — હજી પણ surgery વગર કંઈ શક્ય છે?”

Surgery એટલે શું?

ઓછામાં ઓછી 80% spine problem એવી હોય છે —

જ્યાં ઓપરેશનની જરૂર પડતી નથી.

દવા, દિનચર્યાની યોગ્ય કાળજી, physiotherapy અને મનની શાંતિ

એના વડે ઘણી બધી સમસ્યાઓ ઠીક થઈ શકે છે.

જેમ કે:

  • ટેન્શન થી થયેલું back pain
  • ખોટી રીતે બેસવા થી થયો muscle strain
  • કે નવી office job પછી સર્જાયેલી stiffness

આ દરેક કેસમાં અમારો હેતુ એકદમ સ્પષ્ટ છે — જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી surgery ટાળવી.

પણ શું દરેક વખતે શક્ય છે?

તો અમારો જવાબ સ્પષ્ટ છે — ના, હંમેશા નહીં.

હું તમને એક કિસ્સા દ્વારા સમજાવું:

એક પેશન્ટ હતા – ૩૮ વર્ષના. Account ની job.

પગમાં વીજળી જેવો ઝટકો આવતો. MRI કરાવ્યું.

L5–S1 ડિસ્ક સંપૂર્ણ રીતે બહાર નીકળી ગઈ હતી.

એ ડિસ્ક નસ પર દબાણ કરી રહી હતી, એટલે પગ થોડો સુન્ન થઈ ગયો હતો.

અમે દવા આપી. પણ ૧ અઠવાડિયા પછી પણ દુખાવો યથાવત.

પગમાં ધીમે ધીમે નબળાઈ વધતી ગઈ.

અહીં surgery ટાળવી એટલે બીમારીને આગળ વધવા દેવી કહેવાય.

એટલે અમે બધું સ્પષ્ટ રીતે સમજાવ્યું. ઓપરેશન થયું.

અને પરિણામ? દિવસમાં office, અઠવાડિયે તો cycling.

Surgery ટાળી શકાય છે કે નહિ 3 વાત પર નિર્ભર છે:

  1. તમે કોણ છો?

 – તમારી ઉમર, occupation, lifestyle શું છે?

  • તમારી સમસ્યા શું છે?

 – કેવાં symptoms છે? MRI/scan શું કહે છે?

  • તમારા લક્ષ્યાંક શું છે?

 – તમારું ધ્યેય છે ચાલવું? કે પૌત્ર સાથે રમવું? કે પર્વત ચઢવું?

દરેક પેશન્ટ અલગ હોય છે.

એટલે જવાબ પણ દરેક માટે અલગ હોય છે.

છેલ્લે એક વાત કહી દઉં

ઓપરેશન કોઈ દંડ નથી.

અને એને ટાળવું હંમેશા બહાદુરી પણ નથી.

ક્યારેક ઓપરેશન ટાળવાનો અર્થ — પોતાની તકલીફને લાંબી કરવી હોય છે.

અને ક્યારેક ઓપરેશન કરવાની હિંમત — જીવનની quality બદલવાની ચાવી બની જાય છે.

IndoSpineમાં અમેસર્જરી કરોએવું ત્યાં કહીએ છીએજ્યાં સાચો રસ્તો હોય.

અનેહવે કરોએવું પણ કહીએ છીએજ્યાં આપના માટે એકમાત્ર અને યોગ્ય વિકલ્પ હોય.

આજ માટે આટલું જ.

આગામી લેખમાં વાત કરીએ —

શું પીઠની સર્જરી કરાવીએ તો લૂલાપણું આવી શકે?

સ્નેહપૂર્વક,

ડૉ. તારક પટેલસ્પાઇન સર્જન, ઈન્ડોસ્પાઇન