Welcome To Indospine Hospital

શું પીઠની સર્જરીથી લકવો થઈ શકે?

ડૉ. તારક પટેલ (સ્પાઇન સર્જન – ઈન્ડોસ્પાઇન)

“ડૉક્ટર, ઓપરેશન તો ખરેખર જરૂરી લાગે છે… પણ એક વાત પૂછું?”

“હું હંમેશા સ્મિત સાથે કહું છું, “હા, જરૂર. સંકોચ વગર પૂછો”

પછી દર્દી થોડો શાંત થાય છે અને ધીમા અવાજે પૂછે છે.

ડૉક્ટરઆ ઓપરેશન પછી લકવો તો નઈ થાય ને?

બાજુમાં બેઠેલા પરિવારજનો પણ એ જ પ્રશ્ન પોતાની નજરોથી પૂછતા હોય છે.

“હા ડૉક્ટર, અમને પણ એ જ ડર છે…”

એ ક્ષણે મને સમજાય છે — પ્રશ્ન ફક્ત ઓપરેશનનો નથી, પણ ભવિષ્ય, સ્વતંત્રતા અને વિશ્વાસનો છે.

આ ડર ક્યાંથી આવે છે?

ક્યારેક કોઈ ઓળખીતાની નાની-મોટી સર્જરી પછી થયેલી મુશ્કેલીઓની વાતો સાંભળેલી હોય…

ક્યારેક કોઈને પેરાલિસિસ થઈ ગયું એવું કોઈએ કહેલું હોય…

ક્યારેક કોઈ “હડસેલી” સલાહ આપનાર ગંભીર અવાજમાં કહી જાય:

પીઠની સર્જરી એટલે આખી જિંદગી માટે લકવાને આમંત્રણ

આવી વાતો મનમાં વાવી દે છે શંકા, ભય અને અવિશ્વાસ.

Spine Surgery અને Paralysis – સાચી વાત શું છે?

હા, spine surgery એ સ્પાઈનની નજીક જ થાય છે.

હા, spine માંથી જ નસો નીકળે છે.

પરંતુ આજની આધુનિક ટેક્નોલોજી અને મોનિટરિંગ સિસ્ટમ્સ તેને અત્યંત સુરક્ષિત બનાવે છે.

સમય સાથે સર્જરી કરવાની પદ્ધતિઓ ઘણી બદલાઈ ગઈ છે.

અગાઉ જે બાબત “ડરાવની” લાગતી હતી,

તે આજે વધુ ચોક્કસ, આયોજિત અને નિયંત્રિત બની ગઈ છે.

તો IndoSpineમાં શું અલગ છે?

Neuro Monitoring System

– ઓપરેશન દરમિયાન દરેક નસ live screen પર દેખાય છે.

– સહેજ સ્પર્શ, બળતરા કે સ્ટ્રેસની તરત ખબર પડે છે.

– નાઈફ તો ડૉક્ટર પાસે હોય, પણ વાસ્તવિક નિયંત્રણ આ સિસ્ટમ પાસે હોય છે.

O-Arm અને Navigation Guided Surgery

– સ્પાઈનનો 3D view real-time મળે.

– કોઈ અંદાજો નહિ, માત્ર સ્પષ્ટ અને ચોક્કસ દેખાતું કામ.

Endoscopic & Minimally Invasive Surgery

– બહારથી મોટી ચીરફાડ નહીં, પરંતુ કેમેરા અને ખાસ સાધનોની મદદથી અંદર સ્પષ્ટ જોઈને નાના ચીરા દ્વારા સર્જરી કરવામાં આવે છે.

– મોટો કટ નહિ, ખોટો રિસ્ક નહિ.

તો શું લકવો નહિ થાય?

જવાબ સીધો છે –

નિયમિત અને સજ્જ સ્પાઈન સેંટરમાં, ટ્રેઈન સ્પાઈન સર્જન દ્વારા સર્જરી કરવામાં આવે તો પેરાલીસીસ થવાનો ભય અત્યંત દુર્લભ છે.”

હા, હું એ નથી કહતો કે રિસ્ક સંપૂર્ણ શૂન્ય છે.

કોઈપણ સર્જરીમાં થોડું જોખમ તો રહે જ છે.

પણ IndoSpineમાં અમે દરેક પગલું વૈજ્ઞાનિક પ્રોટોકોલ મુજબ લઈએ છીએ જેથી રિસ્ક શક્ય તેટલો ઓછો થાય.

એક પેશન્ટ ની વાત યાદ આવે છે

પાલનપુરથી ૬૨ વર્ષના એક વૃદ્ધ પેશન્ટ આવ્યા હતા. ચાલતા સમયે એમને એવું લાગતું કે પગ નીચે જમીન જ નથી.

એમણે કહ્યું, “દુખાવો એવો છે કે બધું જમવાનું સામે હોય છતાં ખાવાનું મન નથી થતું.”

તપાસ બાદ અમે એંડોસ્કોપિક સર્જરી નક્કી કરી. માત્ર ૨ કલાકની પ્રક્રિયા.

ત્રીજા જ દિવસે તેઓ ટેકા વિના ચાલવા લાગ્યા.

ડિસ્ચાર્જ સમયે એમણે મારી સામે જોઈને કહ્યું,

ડૉક્ટર, મને તો ખાતરી હતી કે હું લૂલો થઈ જઈશપણ તમે મારી જિંદગી  બદલી દીધી.”

આ શબ્દો આજે પણ અમારી ક્લિનિકના બોર્ડ પર લખેલા છે — ડર કરતાં વિશ્વાસ મોટો હોય છે તેનો જીવંત પુરાવો.

છેલ્લી વાત

ભય ખોટો નથી. ભય સ્વાભાવિક છે.

પરંતુ ભયમાં જ જીવતા રહેવું, એ યોગ્ય નથી.

જો સર્જરીનો નિર્ણય લેવો હોય,

તો સાચા અને યોગ્ય માર્ગદર્શન આધારિત લેવો જોઈએ.

IndoSpine એવી જગ્યા છે, જ્યાં ફક્ત પીઠનો જ ઉપચાર નથી થતો.

પણ પીઠ સાથે જોડાયેલા દરેક ડરને પણ સમજાવીને દૂર કરવામાં આવે છે.

આજ માટે આટલું જ.

આગામી લેખમાં વાત કરીએ —

બેસીને કામ કરનારા લોકોમાં પીઠ કેમ બગડે છે?”

સ્નેહપૂર્વક,

ડૉ. તારક પટેલ

સ્પાઇન સર્જન, ઈન્ડોસ્પાઇન