“ડૉક્ટર,અત્યારે તો દુખાવો ઓછો છે…
તમે જે દવા આપી એનાથી દુખાવામાં રાહત છે…
તો હવે એવું સમજું ને કે ‘હું ઠીક થઈ ગયો છું’?”
આવું કહીને ઘણા પેશન્ટ follow-up માટે આવતાં નથી.
અને ૨-૩ મહિના પછી ફરીથી આવે છે – વધારે દુખાવા સાથે.
અને એમ કહે છે –
એ વખતે દુખાવો થોડો ઓછો થયો હતો, પરંતુ સંપૂર્ણ રીતે ગયો નહોતો!”
એના પાછળનું logic સમજી લો – તો તમે એક મોટી ભુલ ટાળી શકો છો.
દવા શું કરે છે?
-પીઠ દુખે ત્યારે એની પાછળનું કારણ જુદું હોય શકે:
- Disc દબાઈ ગઈ છે
- નસ પર દબાણ છે
- માશપેશી ખેંચાઈ છે
- કે મણકાઓ વચ્ચે ખાલી જગ્યા ઘટી ગઈ છે
-દવા એ દરેક રોગને ઠીક કરતી નથી.
એ મુખ્યત્વે સૂજન ઘટાડે છે અને દુખાવાને થોડા સમય માટે દબાવીદે છે.
એટલે તમને એવું લાગે કે “હવે બધું સારું છે” —
પણ હકીકતમાં એ માત્ર pain signal ને અસ્થાયી રીતે રોકવાનું કામ કરે છે.
એક example: ઠંડી પડતાં થતો સાંધામાં દુખાવો
જો તમને ઘુંટણ માં દુખાવો થાય —
દવા લેવાથી દુખાવો થોડો ઓછો લાગશે…
પણ જો માત્ર દવા લઈને ચાલવાનું શરૂ કરો
અને Body ને stretch ન કરો —
તો દુખાવો ફરી પાછો આવવાનો જ છે.
એજ રીતે — spine માં જો મૂળ સમસ્યા યથાવત રહે,
તો દવા લીધા પછી મળતી રાહત પણ થોડા સમય પૂરતી જ હોય છે.
IndoSpine માં અમારો નિયમ છે:
દવા સામાન્ય રીતે શરૂઆતના ૨–૩ અઠવાડિયા માટે જ હોય છે.
પછી spine ને સાચી રીતે સુધારવાનું કામ શરૂ થાય છે —
lifestyle change, physiotherapy, posture control, અને જરૂર પડે તો યોગ્ય intervention દ્વારા.
અમે દવાઓથી દુખાવો છુપાવવાનું નથી શીખવતા —
પરંતુ તેને ઓળખીને permanently tackle કરવાની રીત શીખવીએ છીએ.
એક પેશન્ટની વાર્તા
નરોડા પરથી એક ૨૯ વર્ષનો યુવાન, જે gym trainer હતો, અમારી પાસે આવ્યો.
તેને lower back pain હતો. દવા લેવાથી થોડો સુધારો થયો અને લગભગ ૨ અઠવાડિયા સુધી બધું ઠીક લાગ્યું.
પછી તેણે ફરી gym શરૂ કર્યું. એક દિવસ ભારે weight સાથે workout કરતી વખતે અચાનક તેના પગમાં સુન્નપણું આવી ગયું. MRI કરાવતા ખબર પડી કે disc bulge ગંભીર રીતે વધેલો હતો.
જો એ સમયે માત્ર દવાઓ પર રહીને વાત ન ટાળી, અને યોગ્ય assessment તથા physiotherapy કરાવી હોત —
તો કદાચ ઓપરેશન ટાળી શકાયું હોત. પરંતુ હવે તે જરૂરી બની ગયું.
રાહત એ ઈલાજ નથી.
દુખાવો છુપાવવો એ સમાધાન નથી.
છેલ્લી વાત…
- દવા લેજો. જરૂરથી લેજો.
- પણ તેને માત્ર થોડા સમય પૂરતી સાથીદાર સમજો.
- દવા એ “ગતિ રોકવા માટેની બ્રેક” છે,
- “એન્જિનનું ઓઈલ બદલવાનું કામ” નથી!
દર્દી માટે સાચો રસ્તો એ છે –
મૂળ તકલીફ શોધવી, યોગ્ય plan બનાવવો અને spine સાથે દિલથી honesty રાખવી.
આજ માટે આટલું જ.
આગામી લેખમાં વાત કરીએ —
“MRI નોર્મલ હોવા છતાં પીઠના દુખાવાનું કારણ શું હોઈ શકે?”
(Simple spine-saving routine – તમારા માટે)
સ્નેહપૂર્વક,
ડૉ. તારક પટેલ
સ્પાઇનસર્જન, ઈન્ડોસ્પાઇન