Welcome To Indospine Hospital

સ્પાઇન સર્જરી ખરેખર ખતરનાક છે?

“ડૉક્ટર, ઓપરેશન…ખતરનાક તો નથી ને?”

આ એક સવાલ છે – જે દર્દી પહેલા પણ પૂછતા હતા અને હજી પણ પૂછે છે.

મારે માટે તો આ એક સાચી લાગણી છે.

જ્યારે કોઈ વ્યક્તિ પીઠ જેવી નાજુક જગ્યાનું ઓપરેશન કરાવવાનો નિર્ણય લે છે, ત્યારે અંદરથી થોડી ગભરાહટ, થોડો ડર અને થોડી હિંમત – બધું એકસાથે અનુભવાય છે.

અને પછી લોકો શું કહે છે?

“એક વાર પીઠમાં ઓપરેશન કરાવ્યા પછી તો પાછું કંઈ સુધરે નહીં…”

“એક ઓપરેશન પછી તો આખું શરીર જ ચાલવાનું બંધ થઈ ગયું…”

“એમને તો ઓપરેશન બાદ પેરાલીસીસ થઈ ગયું હતું…”

કોઈની સચોટ વાત, કોઈની અડધી વાત, અને મોટા ભાગે ખોટી વાત.

હવે મારા તરફથી સચોટ વાત સાંભળો.

હા, એક સમય એવો હતો જ્યારે પીઠના ઓપરેશનને ખતરનાક માનવામાં આવતું હતું. પણ એ વાત આજથી 10-15 વર્ષ પહેલાની છે. આજની સર્જરી science અને technology સાથે પગલાં મિલાવીને આગળ વધી છે. અહીં ન તો અંદાજ છે, ન અંધારામાં તીર

અહીં છે સંપૂર્ણ પ્લાન, પૂરતી ચોકસાઈ અને પૂરતું રક્ષણ

આપણે IndoSpine માં શું કરીએ?

જ્યારે પેશન્ટ ઓપરેશન થિયેટરમાં પ્રવેશે છે –

 ત્યારે અમે ત્રણ બાબતોને પ્રાથમિકતા આપીએ છીએ:

 • ઝીરો રિસ્ક મોનીટરીંગ

 • મિનિમમ પેઈન સાથે મૅક્સિમમ રિકવરી

 • ઝડપી રોજિંદા જીવનમાં વાપસી

આ હેતુ માટે જે એડવાન્સ સાધનોનો ઉપયોગ થાય છે, તેની વિગત તમે મારા અગાઉના લેખમાં વાંચી હશે.

આજે ફરી એક વાર, પેશન્ટ ઓપરેશન થિયેટરમાં જાય ત્યારે થતી સંપૂર્ણ તૈયારીને સરળ રીતે સમજીએ.

Neuro Monitoring System – નજર તમારી નસ પર

જ્યારે ઓપરેશન ચાલી રહ્યું હોય, ત્યારે દરેક નસ એકટીવ છે કે નહિ – એની લાઈવ સ્ક્રીન પર ચકાસણી કરીએ છીએ. જ્યાં નાનું સિગ્નલ પણ ડિટેક્ટ થાય કે નસ ડિસ્ટર્બ થઈ રહી છે – ત્યાં મશીન થંભી જાય.

એટલે કે પહેલા જ લાઈટ સિગ્નલ આપે – “સાવધાન રહો”.

Endoscopic Surgery – નાના કટ, મોટા પરિણામ

આ સર્જરી માત્ર 1cm જેટલી જગ્યામાં થાય છે. કોઈ મોટો કટ નહિ. ઓછું લોહી, ઓછી દવા, ઓછું હોસ્પિટલમાં રોકાણ. દર્દી ઘણીવાર બીજા દિવસે ઊભા પણ થઈ જાય.

ખરેખર તો – ઘણા લોકો બોલે: “ડૉક્ટર, બસ એટલુંજ હતું?”

O2 O-Arm અને Operating Microscope

આ બંને મશીનો એ કાર્ય કરે છે જે આંખો નથી કરી શકતી.

ઓપરેશન દરમિયાન સ્પાઈનનો 3D વ્યૂ આપે છે.

એક એક mm સુધી દેખાય.

એટલે screw જ્યાં જવું છે ત્યાંજ જાય.

Anaesthesia – હવે modern anaesthesia, યુક્તિથી ચાલે

અત્યારે એનેસ્થેસીયા પણ અત્યંત એડવાન્સ થઈ ગયું છે. વર્ષો જૂની વાતો કે “બુદ્ધિ પર અસર થશે” હવે તે લાગુ પડતું નથી. અમે પેશન્ટની ઉંમર, બ્લડ પ્રેશર, હેલ્થ હીસ્ટરી પ્રમાણે ખાસ બનાવેલ એનેસ્થેસીયા આપીએ છીએ.

હવે સાચો જવાબ…

શું સ્પાઈન સર્જરી ખતરનાક છે?

ના. બિલકુલ નહિ – જો તમે સાચી હોસ્પિટલ, અનુભવી ડૉક્ટર અને પરફેક્ટ પ્લાનિંગ પસંદ કરો.

IndoSpine માં સ્પાઈન સર્જરી એ સફળતા માટેનું પહેલું સ્ટેપ છે.

અમે કોઈ ભવિષ્યવાણી નથી કરતા.

અમે બતાવીએ છીએ – “તમારું આવતીકાલ ફરીથી કેવી રીતે ચાલતું બનશે.”

છેલ્લી વાત

હમણાં જ એક ૬૯ વર્ષના પેશન્ટ ઓપરેશન પછી બોલ્યા:

ડૉક્ટર, ઓપરેશન પહેલાં જીવન અટકી ગયું હોય એવું લાગતું હતું…પણ હવે ફરીથી જીવવા લાગ્યો છું.

એના પગ તો ફરીથી ચાલવા લાગ્યા,પણ તેની સાથે — તેની હિંમત અને આત્મવિશ્વાસ પણ ફરીથી જીવંત થયા.

આજ માટે આટલું જ.

આગામી લેખમાં વાત કરીએ –

“ફક્ત દવાઓથી પીઠ ઠીક થાય છે?”

અથવા – “ફિઝિયોથેરાપીથી જ સુખ મળે છે કે નહિ?”

તમારું સુંદર જીવન શરૂ થાય પીઠ ની સુરક્ષા થી.

ચાલો, દર અઠવાડિયે સાત મિનિટ આપીએ– પીઠ માટે.

સ્નેહપૂર્વક,

ડૉ. તારક પટેલ

સ્પાઇનસર્જન, ઈન્ડોસ્પાઇન
આ લખાણ ફોરવર્ડ કરો. તમારા સ્નેહીજન અને પરિવાર માટે ખૂબ ઉપયોગી છે.